શેખ હસીનાને લાગ્યો મોટો ઝટકો, વચગાળાની સરકારે અવામી લીગ પાર્ટી પર લગાવ્યો પ્રતિબંધ
May 13, 2025

બાંગ્લાદેશની વચગાળાની સરકારે હકાલપટ્ટી કરાયેલા વડા પ્રધાન શેખ હસીનાની અવામી લીગ પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. બે દિવસ પહેલા મુહમ્મદ યુનુસની વચગાળાની સરકારે પાર્ટીની તમામ પ્રવૃતિઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ગૃહ સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) જહાંગીર આલમે મીડિયાને જણાવ્યું કે, આ સંદર્ભમાં સરકારી નોટિફિકેશન અપાયું છે. બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, 'નોટિફિકેશન પ્રમાણે બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ક્રાઈમ ટ્રિબ્યુનલ (ICT-BD) દ્વારા તેના નેતાઓ અને કાર્યકરો સામે ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી આતંકવાદ વિરોધી અધિનિયમ 2025 હેઠળ અવામી લીગ અને તેના સંલગ્ન સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.' ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, સુધારેલા આતંકવાદ વિરોધી અધિનિયમ 2025ની કલમ 18 સરકારને આતંકવાદ સંબંધિત મામલાના સંદર્ભમાં કોઈપણ સંગઠન અથવા વ્યક્તિ પર પ્રતિબંધ મૂકવાની સત્તા આપે છે. 2009ના મૂળ આતંકવાદ વિરોધી કાયદામાં "યુનિટ" પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ નહોતી. આ ઉપરાંત ચૂંટણી પંચ (EC) એ કહ્યું કે અમે અવામી લીગનું રજિસ્ટ્રેશન પણ રદ કરી દીધું છે, જેના કારણે પાર્ટી ચૂંટણી લડવા માટે અયોગ્ય બની ગઈ છે. સરકારી સૂચનાના કલાકો પછી ચૂંટણી પંચના સચિવ અખ્તર અહેમદે જણાવ્યું કે, 'ગૃહ મંત્રાલયે રવિવારે બાંગ્લાદેશ અવામી લીગ અને તેની સાથે જોડાયેલા સંગઠનોની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ જ ક્રમમાં ચૂંટણી પંચે અવામી લીગનું રજિસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય લીધો છે.' મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) એએમએમ નાસિર ઉદ્દીને બે દિવસ પહેલા પત્રકારોને કહ્યું હતું કે, 'આપણે વર્તમાન બાંગ્લાદેશની ભાવના સાથે આગળ વધવાનો નિર્ણય લેવો પડશે.'
Related Articles
સાઉદીની અમેરિકામાં 600 અબજ ડોલરના રોકાણની ખાતરી
સાઉદીની અમેરિકામાં 600 અબજ ડોલરના રોકાણન...
May 14, 2025
રશિયાની આયાતમાં 34 ટકા ચીનનો ફાળો, ચીનની આયાતમાં રશિયાનો ફાળો 4 ટકો
રશિયાની આયાતમાં 34 ટકા ચીનનો ફાળો, ચીનની...
May 14, 2025
પાકિસ્તાન સામે બલુચોનું 'ઓપરેશન-હેરોફ' BLA વિપ્લવીઓએ પાક સેના પર કુલ મળી 71 હુમલા કર્યા
પાકિસ્તાન સામે બલુચોનું 'ઓપરેશન-હેરોફ' B...
May 14, 2025
વહેલી સવારે ધ્રુજી ધરા, 6.3ની તીવ્રતાવાળા ભૂકંપથી 6 દેશોમાં નોંધાયા ભૂંકપના આંચકા
વહેલી સવારે ધ્રુજી ધરા, 6.3ની તીવ્રતાવાળ...
May 14, 2025
એશિયા પેસેફિકમાં અસ્થિરતાથી ચીન ચિંતામાં, વ્હાઈટ પેપર કર્યું જાહેર
એશિયા પેસેફિકમાં અસ્થિરતાથી ચીન ચિંતામાં...
May 14, 2025
ગેરકાયદે પ્રવાસીઓને હાંકી કાઢનારા અમેરિકામાં શ્વેત આફ્રિકનોનું 'સ્વાગત', ટ્રમ્પે વિમાન મોકલ્યું
ગેરકાયદે પ્રવાસીઓને હાંકી કાઢનારા અમેરિક...
May 13, 2025
Trending NEWS

1985 બેચના IAS અજય કુમાર બન્યા UPSCના નવા ચેરમેન
14 May, 2025

વિદેશમંત્રી એસ જયશંકરની સુરક્ષામાં તાબડતોબ વધારો,...
14 May, 2025