અમેરિકામાં મોટી દુર્ઘટના, ઇમારતમાં ભીષણ આગ લાગતાં 4ના મોત, 4ની હાલત ગંભીર
May 12, 2025

અમેરિકાના મિલવૌકીમાં એક ઇમારતમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. એક નાની જગ્યાએ લાગેલી આગ ઝડપથી ફેલાઈ ગઈ અને એક પછી એક અનેક ફ્લોર આ આગની લપેટમાં આવી ગયા. રવિવારે સર્જાયેલી આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઉપરાંત ઘણા અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના મધર્સ ડે ના રોજ એટલે કે 11 મે ના રોજ સવારે 8:00 વાગ્યે ઘટી હતી. આગની લપેટમાં આવ્યા બાદ ઇમારત સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગઈ છે. મિલવૌકી ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ એરોન લિપ્સકીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, 'આ ઇમારત 85 યુનિટમાં બની હતી, પરંતુ આગને કારણે તે હવે રહેવા યોગ્ય નથી રહી. 200થી વધુ લોકોને અહીંથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.' એરોન લિપ્સકીએ જણાવ્યું કે, આગ લાગ્યા બાદ ઇમારતના ચોથા અને બીજા માળે રહેતા લોકો નીચે કૂદવા લાગ્યા. આ જોઈને સ્થાનિક લોકોએ ફાયર વિભાગને ફોન કર્યો. જોકે, અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. લિપ્સકીએ જણાવ્યું કે, 'ફાયર ટ્રકની મદદથી બારી પાસે ઉભેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ સાથે જ ફાયર ટીમના કેટલાક લોકો બિલ્ડિંગમાં ગયા અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. આ દરમિયાન ફાયર વિભાગે લગભગ 30 લોકોનું રેસ્ક્યૂ કર્યું.'
Related Articles
ઈઝરાયલે ગાઝા પર હવાઈ હુમલા કર્યા, 65 પેલેસ્ટિનિયનના મોત, અનેક ઘાયલ
ઈઝરાયલે ગાઝા પર હવાઈ હુમલા કર્યા, 65 પેલ...
May 14, 2025
સાઉદીની અમેરિકામાં 600 અબજ ડોલરના રોકાણની ખાતરી
સાઉદીની અમેરિકામાં 600 અબજ ડોલરના રોકાણન...
May 14, 2025
રશિયાની આયાતમાં 34 ટકા ચીનનો ફાળો, ચીનની આયાતમાં રશિયાનો ફાળો 4 ટકો
રશિયાની આયાતમાં 34 ટકા ચીનનો ફાળો, ચીનની...
May 14, 2025
પાકિસ્તાન સામે બલુચોનું 'ઓપરેશન-હેરોફ' BLA વિપ્લવીઓએ પાક સેના પર કુલ મળી 71 હુમલા કર્યા
પાકિસ્તાન સામે બલુચોનું 'ઓપરેશન-હેરોફ' B...
May 14, 2025
વહેલી સવારે ધ્રુજી ધરા, 6.3ની તીવ્રતાવાળા ભૂકંપથી 6 દેશોમાં નોંધાયા ભૂંકપના આંચકા
વહેલી સવારે ધ્રુજી ધરા, 6.3ની તીવ્રતાવાળ...
May 14, 2025
એશિયા પેસેફિકમાં અસ્થિરતાથી ચીન ચિંતામાં, વ્હાઈટ પેપર કર્યું જાહેર
એશિયા પેસેફિકમાં અસ્થિરતાથી ચીન ચિંતામાં...
May 14, 2025
Trending NEWS

1985 બેચના IAS અજય કુમાર બન્યા UPSCના નવા ચેરમેન
14 May, 2025

વિદેશમંત્રી એસ જયશંકરની સુરક્ષામાં તાબડતોબ વધારો,...
14 May, 2025