લાઠીમાં પ્રચાર વખતે ભાજપ-કોંગ્રેસના નેતાઓ આમને-સામને, વાતાવરણ તંગ

February 14, 2025

ચલાલામાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ બાખડ્યા

લાઠી : લાઠી શહેરમાં રોડ શો યોજ્યો હતો. આ દરમિયાન ભાજપ-કોંગ્રેસના નેતાઓ આમને-સામને આવી ગયા હતા. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત અને પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ભાજપના કાર્યાલય આસે કોંગ્રેસ-કોંગ્રેસના નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખીય છે કે ગુરૂવારે અમરેલીના ચલાલામાં બનેલી ઘટનાનો પ્રતાપ દુધાતે બદલો લીધો છે. 


અમરેલીમાં ગુરૂવારે પ્રચાર ટાણે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડી પડતાં વાતાવરણ તંગ બન્યું હતું. બંને પક્ષોના કાર્યકરો વચ્ચે સ્થિતિ વણસતાં સ્થાનિક પોલીસે વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો.  આ પ્રચાર કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના નેતા પ્રતાપ દૂધાત પોતપોતાના સમર્થકો સાથે જોડાયા હતા.  મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે. 16 ફેબ્રુઆરીના રવિવારના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જોર શોરથી પ્રચારમાં લાગી ગયા છે. જો કે અમરેલીમાંચલાલા નગરપાલિકા વિસ્તારમાં પ્રચાર સમયે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડી પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અને ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.