16 વર્ષમાં પહેલી વખત ચોમાસું વહેલું, કેરળમાં 8 દિવસ વરસાદની એન્ટ્રી વહેલી થતા સત્તાવાર જાહેરાત
May 24, 2025

હવામાન વિભાગના અહેવાલ અનુસાર કેરળમાં આજે સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. જે તેના નક્કી સમય એટલે કે 1 જૂનથી આશરે એક અઠવાડિયા વહેલું કેરળ આવી પહોંચ્યું છે. આ સાથે 16 વર્ષમાં પહેલીવાર કેરળમાં ચોમાસાનું આગમન વહેલું થયું છે. આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસાના આગમન માટે તમામ અનુકૂળ પરિસ્થિતિઓ બની હતી. ઓછા દબાણવાળા વિસ્તાર અને આગળ વધતા ચોમાસાની સિસ્ટમના કારણે ગત બે દિવસમાં કેરળના અનેક ભાગમાં ભારે વરસાદ પણ નોંધાયો હતો. આ પહેલાં 2009 અને 2001માં આટલું વહેલા ચોમાસું આવ્યું હતું, જ્યારે તે 23 મેના દિવસે રાજ્યમાં પહોંચ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યાનુસાર કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. જો કે, આઠ દિવસ પહેલાં જ ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ સાથે તે 16 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. અગાઉ 1918માં રાજ્યમાં 11 મેના દિવસે જ ચોમાસાની શરૂઆત થઈ હતી. બીજી બાજું, સૌથી મોડા ચોમાસાનું આગમન 1972માં નોંધાયેલું છે, જ્યારે ચોમાસાનો પહેલો વરસાદ 18 જૂનથી શરૂ થયો હતો. છેલ્લાં 25 વર્ષમાં સૌથી વધારે મોડું ચોમાસાનું આગમન 2016માં થયું હતું.
IMDની આગાહી અનુસાર, આ વર્ષે ચોમાસું આવવાની સંભાવના 27 મેની ડેડલાઇનની અંદર હતી, જેમાં ચાર દિવસનું મૉડલ એરર માર્જિન ચાલતું હતું. ગત વર્ષે ચોમાસાએ કેરળમાં 30 મેના દિવસે આગમન કર્યું હતું. ચોમાસાનું સમયસર આગમન ભારત માટે એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે, જ્યાં વાર્ષિક વરસાદનો લગભગ 70% જૂન-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન થાય છે. સિંચાઈ, ભૂગર્ભજળ અને જળાશયોને ફરીથી ભરવા માટે ચોમાસાનો વરસાદ મહત્ત્વપૂર્ણ છે અને તેની સીધી અસર દેશના કૃષિ ઉત્પાદન અને ગ્રામીણ અર્થતંત્ર પર પડે છે. IMDએ 2025 માટે સરેરાશ કરતાં વધુ ચોમાસાના વરસાદની આગાહી કરી છે, જેનાથી ખરીફ સિઝનના પાકમાં રેકોર્ડ ઉત્પાદનની અપેક્ષા છે. ઉત્પાદન વધવાથી ગ્રામીણ આવક વધશે, ખાદ્ય સુરક્ષા વધશે અને દેશના આર્થિક વિકાસમાં કૃષિ ક્ષેત્રનો ફાળો વધશે. વહેલા વરસાદથી ડાંગર, મકાઈ, કપાસ, સોયાબીન અને તેલીબિયાંના વાવેતરને વેગ મળવાની અને રવિ સિઝન પહેલા જળાશયોના પાણીના સ્તરમાં વધારો થવાની આશા છે.

Related Articles
પહલગામના પીડિતો પર ભાજપ સાંસદનું વિવાદિત નિવેદન, કહ્યું- 'પતિ ગુમાવ્યા તેમની પત્નીઓમાં વીરાંગના જેવો જોશ ન હતો'
પહલગામના પીડિતો પર ભાજપ સાંસદનું વિવાદિત...
May 24, 2025
કન્નડ ભાષા વિવાદ : ટેક કંપનીના માલિકે બેંગલુરુ છોડી પૂણેમાં કંપની શિફ્ટ કરવાનો નિર્ણય લીધો
કન્નડ ભાષા વિવાદ : ટેક કંપનીના માલિકે બે...
May 24, 2025
રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીર પહોંચ્યા, પાકિસ્તાની હુમલાના પીડિતો સાથે કરી મુલાકાત
રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીર પહોંચ્યા, પાકિ...
May 24, 2025
જયશંકરને રાહુલ ગાંધીએ ત્રણ સવાલ પૂછ્તા રાજકીય ઘમસાણ સર્જાયું
જયશંકરને રાહુલ ગાંધીએ ત્રણ સવાલ પૂછ્તા ર...
May 23, 2025
મોસ્કો ઍરપોર્ટ પર ડ્રોન હુમલો, ભારતીય સાંસદોના વિમાનને આકાશમાં ચક્કર મારવા પડ્યા
મોસ્કો ઍરપોર્ટ પર ડ્રોન હુમલો, ભારતીય સા...
May 23, 2025
આંધ્રપ્રદેશમાં ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ટ્રક સાથે અથડાઈ, છ લોકોના કરૂણ મોત
આંધ્રપ્રદેશમાં ડ્રાઈવરને ઝોકું આવી જતા ક...
May 23, 2025
Trending NEWS

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના દરિયામાં કરંટઃ જાફરાબાદ...
24 May, 2025