અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી
May 24, 2025

અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકો માટે આ એક મોટો ફટકો છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 22 મેના રોજ 'વન બિગ, બ્યુટીફુલ બિલ એક્ટ' પાસ કર્યો. આ બિલ મુજબ, અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકો દ્વારા તેમના દેશમાં મોકલવામાં આવતા પૈસા (રેમિટન્સ) પર ટેક્સ લાદવામાં આવશે. શરૂઆતમાં આ ટેક્સ રેટ 5% હતો, પરંતુ વધુ વિવાદ થતા ઘટાડીને 3.5% કરવામાં આવ્યો છે. આની સૌથી મોટી અસર ભારતીય ઇમિગ્રન્ટ્સ અને ભારતીય અર્થતંત્ર પર પડશે, કારણ કે અમેરિકાથી સૌથી વધુ રેમિટન્સ ભારતમાં આવે છે. સેનેટ દ્વારા પસાર થયા બાદ આ કાયદો 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે. આ એક નવું ટેક્સ બિલ છે, જે અમેરિકામાં કામ કરતા વિદેશી લોકોને લાગુ પડતું આ એક નવી ટેક્સ બિલ છે. આ અંતર્ગત, અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકો પોતાના દેશમાં પૈસા મોકલે છે, તો તે રકમ પર 3.5% ટેક્સ ચૂકવવો પડશે. શરૂઆતમાં આ ટેક્સ રેટ 5% રાખવાનો પ્રસ્તાવ હતો, પરંતુ વિવાદ બાદ તેને ઘટાડીને 3.5% કરવામાં આવ્યો. એટલે કે જો હવે અમેરિકાથી રૂ. 1,00,000 મોકલવામાં આવે છે, તો 3.5% ટેક્સ મુજબ રૂ. 3500 ટેક્સ ચૂકવવાનો રહેશે. ભારત અમેરિકાથી સૌથી વધુ રેમિટન્સ મેળવે છે. 2023-24માં ભારતને કુલ 130 બિલિયન ડોલરનું રેમિટન્સ મળ્યું હતું, જેમાંથી 23.4% (30 બિલિયન ડોલર) અમેરિકાથી આવ્યું હતું. 3.5% ટેક્સના કારણે ભારતીય ઇમિગ્રન્ટ્સને દર વર્ષે 1.05 બિલિયન ડોલર એટલે કે 8750 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે, જેની સીધી અસર ભારતના અર્થતંત્ર, રિયલ એસ્ટેટ અને રોકાણ પર પડશે. આ ટેક્સનો મુખ્ય ઉદ્દેશ યુએસ સરકાર માટે વધારાની આવક ભેગી કરવાનો છે.
Related Articles
શું ટ્રમ્પને કારણે અમેરિકાના નાગરિકો દેશ છોડી રહ્યા છે, 21 વર્ષમાં પહેલી વખત ચોંકાવનારો આંકડો
શું ટ્રમ્પને કારણે અમેરિકાના નાગરિકો દેશ...
May 24, 2025
પાકિસ્તાનની શરમજનક હરકત... 227 મુસાફરના જીવ જોખમમાં મૂક્યા, ખરાબ હવામાન ફસાયેલી ફ્લાઈટને એરસ્પેસમાં ન ઘૂસવા દીધી
પાકિસ્તાનની શરમજનક હરકત... 227 મુસાફરના...
May 22, 2025
અમેરિકામાં ભયંકર વિમાન દુર્ઘટના, રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું પ્લેન, તમામ મુસાફર જીવતા સળગ્યા
અમેરિકામાં ભયંકર વિમાન દુર્ઘટના, રહેણાંક...
May 22, 2025
અમેરિકામાં યહૂદીઓના મ્યુઝિયમ નજીક ગોળીબાર, ઈઝરાયલી દૂતાવાસના 2 કર્મચારીની હત્યા
અમેરિકામાં યહૂદીઓના મ્યુઝિયમ નજીક ગોળીબા...
May 22, 2025
ડોનાલ્ડ ટ્રમ્પનું 'ગોલ્ડન ડોમ' તૈયાર કરવાનું એલાન, ઈઝરાયલ કરતાં પણ મજબૂત હશે આ ડિફેન્સ સિસ્ટમ
ડોનાલ્ડ ટ્રમ્પનું 'ગોલ્ડન ડોમ' તૈયાર કરવ...
May 21, 2025
ચોખા અંગે જાપાનના મંત્રીએ આપ્યું એવું નિવેદન કે રાજીનામું આપવાની નોબત આવી, જાણો મામલો
ચોખા અંગે જાપાનના મંત્રીએ આપ્યું એવું નિ...
May 21, 2025
Trending NEWS

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના દરિયામાં કરંટઃ જાફરાબાદ...
24 May, 2025