કાન ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટ છવાઈ, નો જૂલરી લુક જોઈ ચાહકો થયા ફીદા

May 24, 2025

કાન્સ રેડ કાર્પેટ પર આલિયા ભટ્ટે આ વર્ષે ડેબ્યૂ કર્યું છે. તેના પહેલા લુકને લઈને દરેક લોકો ખૂબ જ એક્સાઈટેડ હતા. હવે આલિયાનો પહેલો લુક રિવીલ થઈ ચૂક્યો છે. 22 મેના રોજ આલિયા મુંબઈથી ફ્રેન્ચ રિવેરા માટે રવાના થઈ હતી. ત્યાં પહોંચતાની સાથે જ તે રેડી થવા માટે જતી રહી. હવે આલિયાનો લુક ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આલિયાએ Schiaparelli દ્વારા ડિઝાઈન કરાયેલ બોડી ફિટેડ ગાઉન કેરી કર્યું છે. આ ઓફ શોલ્ડર ગાઉન જેમાં ફ્લોરલ અને ફૂલોના મોટિફ્સ સાથે ભરતકામ કરવામાં આવ્યું છે.  ઘૂંટણથી નીચે તરફ એક ફ્રિલ છે અને તેની સાથે જ નાની વેલ તેનાથી બનાવવામાં આવી છે. આલિયાએ કાનમાં ઈયરિંગ્સ પહેરી છે. આ સિવાય તેણે કોઈ જૂલરી નથી પહેરી. હવે આલિયાનો નો જૂલરી લુક જોઈ ચાહકો ફીદા થઈ ગયા છે.  એક્ટ્રેસે વાળ બનમાં બાંધેલા છે. ન્યૂડ મેકઅપ કર્યો છે. એક્ટ્રેસના ચહેરા પરની ખુશી જોઈને બધા ચોંકી ગયા છે. તમામનું કહેવું છે કે લાંબી ફ્લાઈટ છતાં તે કેટલી ફ્રેશ દેખાય રહી છે. ચાહકોને આલિયાનો લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક ચાહકે લખ્યું- આલિયા તમે ટોપ પર છો અને બધાની નજર તમારા લુક પર છે. તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટને રિયા કપૂરે સ્ટાઈલ કરી છે. જૂલરી, મેકઅપથી લઈને ડ્રેસ સુધી બધું જ તેણે ફાઈનલ કર્યું છે.