કોંગ્રેસને જરૂર નથી, તો મારી પાસે વિકલ્પ છે : શશી થરૂર
February 23, 2025

દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશી થરૂર અને કોંગ્રેસ પાર્ટીના સંબંધોમાં હાલ કડવાશ જોવા મળી રહી છે. હાલમાં જ તેમણે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વાત કરી પાર્ટીમાં પોતાને હાંસિયામાં ધકેલી દેવાની વાતને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાની પાર્ટીને સ્પષ્ટ કહી દીધું કે, તમને એવું ન લાગવું જોઈએ કે, શશી થરૂર પાસે કોઈ વિકલ્પ નથી. શશી થરૂરે કહ્યું કે, તિરૂવનંતપુરમથી ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા બાદ ખબર પડી કે, રાજ્ય અને દેશના વિકાસ વિશે મેં સ્વતંત્ર રૂપે પોતાના વિચાર વ્યક્ત કરવા માટે તેમના અધિકારોનું સમર્થન કર્યું છે. હું પાર્ટી માટે હાજર છું પરંતુ, જો કોંગ્રેસને મારી સેવાની જરૂર નથી તો મારી પાસે વિકલ્પ છે.
શશી થરૂરે એક ઈન્ટરવ્યૂમાં કેરળ કોંગ્રેસમાં નેતૃત્વની કમીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. થરૂરે કહ્યું કે, 'પાર્ટીની અંદર નેતૃત્વની કમી એક ગંભીર સમસ્યા છે. જો કોંગ્રેસ પોતાની સિમિત વોટબેન્કથી કામ કરે છે તો તેને ત્રીજીવાર વિપક્ષમાં બેસવાનો સામનો કરવોસલ પડશે. કોંગ્રેસે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરક પર પોતાની અપીલને વધારવી પડશે. કારણ કે, પાર્ટી ફક્ત પોતાની સમર્પિત વોટબેન્કના સહારે સત્તામાં ન આવી શકે.' જોકે, પાર્ટી બદલવાને લઈને શશી થરૂરે કહ્યું કે, 'હું પાર્ટી બદલવા વિશે નથી વિચારી રહ્યો. મારૂ માનવું છે કે, જો પાર્ટીથી અસંમત છીએ તો પાર્ટી બદલવાનો રસ્તો ન અપનાવવો જોઈએ. મારી પાસે પુસ્તક છે. ભાષણ આપવા માટેના નિમંત્રણ છે અને અન્ય પણ બીજા કામ છે.'
Related Articles
9 જુલાઈએ 'ભારત બંધ'નું એલાન: 25 કરોડ કર્મચારીઓએ બાંયો ચડાવી, બૅન્ક-પોસ્ટઓફિસ બંધ રાખવાની ચીમકી
9 જુલાઈએ 'ભારત બંધ'નું એલાન: 25 કરોડ કર્...
Jul 08, 2025
બાગેશ્વર ધામમાં ફરી નાસભાગ: ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત, 11 ઈજાગ્રસ્ત
બાગેશ્વર ધામમાં ફરી નાસભાગ: ધર્મશાળાની દ...
Jul 08, 2025
મરાઠી વિવાદમાં શિંદે'સેના'એ જ વધાર્યું ભાજપનું ટેન્શન! સરકારના મંત્રી જ પોલીસ પર વિફર્યા
મરાઠી વિવાદમાં શિંદે'સેના'એ જ વધાર્યું ભ...
Jul 08, 2025
મરાઠી વિવાદ: મુંબઈના રસ્તા પર વેપારીઓ vs MNS, પોલીસે ટિંગાટોળી કરી કાર્યકરોને ડિટેઈન કર્યા
મરાઠી વિવાદ: મુંબઈના રસ્તા પર વેપારીઓ vs...
Jul 08, 2025
અમેરિકામાં એક જ પરિવારના ચારના મોત, વેકેશન મનાવી પરત આવતા સમયે નડ્યો અકસ્માત
અમેરિકામાં એક જ પરિવારના ચારના મોત, વેકે...
Jul 08, 2025
બાઘેશ્વર ધામમાં ધર્મશાળાની છત ધરાશાયી, 1 મહિલાનું મોત, 10 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત
બાઘેશ્વર ધામમાં ધર્મશાળાની છત ધરાશાયી, 1...
Jul 08, 2025
Trending NEWS

08 July, 2025

08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025

07 July, 2025