Breaking News :
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત! CBI અને ED તપાસનો હાઈકોર્ટનો આદેશ રદ કરાયો Miss Universe 2026: 116 સુંદરીઓને પછાડી પ્યુઅર્ટો રિકોની જેનિફર બની વિશ્વ સુંદરી, ભારતનું સપનું તૂટ્યું! કાર્તિક પૂર્ણિમાએ પ્રયાગરાજથી અયોધ્યા સુધી આસ્થાનું ઘોડાપૂર : ગંગા-સરયુમાં 30 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી વિદેશમાં એમબીબીએસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને રાહત: પ્રેક્ટિસ લાયસન્સની શરતમાં એનએમસીનો મહત્વનો સુધારો અમેરિકાની શક્તિશાળી ગુપ્તચર એજન્સી સીઆઈએ પર સાયબર હુમલો: ઓડીએનઆઈ નેટવર્કને પણ સીધી અસર અયોધ્યા બાદ બદ્રીનાથ ધામમાં દાનચોરીનો ઘટસ્ફોટ: એસઆઈટીએ 5 મહિનાની તપાસ બાદ 300 પેજનો અહેવાલ સોંપ્યો

બારડોલી પાસે મહારાષ્ટ્રના પરિવારનું અપહરણ કરીને નહેરમાં ફેંકી દીધા : 3નાં મોત, 2 બાળકો લાપતા

November 25, 2026

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક 4 શખ્સોએ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એરંડોલના શ્રમજીવી પરિવારની કાર આંતરીને 6 સભ્યોને ઉકાઈ-કાકરાપાર ડાબા કાંઠાની નહેરમાં ફેંકી દીધા હતા. આ ઘટનામાં માતા-પિતા સહિત 3 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 2 બાળકો હજુ લાપતા છે. જોકે, 13 વર્ષીય કિશોરે નહેરની પાઈપ પકડીને પોતાનો જીવ બચાવી લેતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

વિગતો મુજબ, એરંડોલનો આ પરિવાર ગત 21 નવેમ્બરે મજૂરીકામ અર્થે કારમાં સુરત આવવા નીકળ્યો હતો. ઉવા ગામ પાસે અન્ય કારમાં આવેલા 4 શખ્સોએ તેમની કાર આંતરી પરિવારના સભ્યોને અલગ-અલગ કારમાં બેસાડ્યા હતા. આરોપીઓએ એક કારમાં પતિ-પત્ની તથા 2 વર્ષીય બાળકને અને બીજી કારમાં 3 બાળકોને બેસાડી તમામને ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાં ફેંકી દીધા હતા.

નહેરના ધસમસતા પ્રવાહમાં 13 વર્ષીય કિશોરે પાઈપ પકડી મહામહેનતે બહાર નીકળી નજીકની હોટેલમાં આપવીતી જણાવતાં સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ શોધખોળ હાથ ધરતાં મહુવા તાલુકાના ડુંગરી નજીકથી પતિ-પત્ની અને દોહિત્રીના મૃતદેહ મળી આવ્યા હતા.

બીજી તરફ, નહેરનો પ્રવાહ નવસારી અને જલાલપોર તરફ જતો હોવાથી ત્યાંની પોલીસને એલર્ટ કરી લાપતા 2 બાળકોની શોધખોળ તેજ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, 3 સભ્યોના મોત પાછળ પારિવારિક કારણોસર સામૂહિક હત્યાનું કાવતરું હોવાની આશંકા છે અને તમામ પાસાંને ધ્યાનમાં રાખી તપાસ ચાલી રહી છે.