વિદાય લેતા પહેલા સમગ્ર ગુજરાતને ભીંજવશે મેઘરાજા, તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
September 15, 2025
ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ત્યારે મેઘરાજા વિદાય લેતા પહેલા સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 17 સપ્ટેમ્બર સુધી 21 થી વધુ જિલ્લામાં અને 18-19 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યમાં 30-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે મંગળવારે (16 સપ્ટેમ્બર) ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
17 સપ્ટેમ્બરે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી શકે છે. 15 થી 17 સપ્ટેમ્બર સુધી 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદની શક્યતા છે.
જ્યારે 18-19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ બે દિવસ દરમિયાન 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
Related Articles
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
ગાઝિયાબાદમાં શોર્ટ સર્કિટના કારણે 13 માળની બિલ્ડિંગમાં આગ, 9મા માળથી 12મા માળ સુધીના 8 ફ્લેટ ખાખ થયા
ગાઝિયાબાદમાં શોર્ટ સર્કિટના કારણે 13 માળ...
Apr 29, 2026
પશ્ચિમ બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા ચુસ્ત સુરક્ષા વચ્ચે 142 બેઠકો પર મતદાન શરૂ
પશ્ચિમ બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચ...
Apr 29, 2026
ઓડિશામાં કાળજું કંપાવતી ઘટના: બેન્કે પુરાવા માંગતા ભાઈ બહેનનું હાડપિંજર લઈને પહોંચ્યો
ઓડિશામાં કાળજું કંપાવતી ઘટના: બેન્કે પુર...
Apr 29, 2026
Trending NEWS
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026