દિલ્હી-NCRમાં પ્રદૂષણની સ્થિતિ વણસી, ઘણા વિસ્તારોમાં AQI 500ને પાર

November 19, 2024

દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણને કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. અહીં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. સૌથી મોટી સમસ્યા નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં છે. અહીં પણ મંગળવારે (19 નવેમ્બર 2024) મોટાભાગના સ્ટેશનો પર AQI એ AQI 500 ને વટાવી ગયો હતો જે ગંભીર કરતાં વધુ છે. અગાઉ સોમવારે પણ આ શહેરોમાં AQI સ્તર 500થી ઉપર હતું.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે સોમવારે વાયુ પ્રદૂષણ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રદૂષણને લઇને ગાઇડલાઇન બહાર પાડી છે. વધતા પ્રદૂષણને જોતા દિલ્હી યુનિવર્સિટીએ 23મી નવેમ્બર સુધી ઓફલાઈન ક્લાસ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીએ 22મી નવેમ્બર સુધી ઓફલાઈન ક્લાસ બંધ કરીને ઓનલાઈન ક્લાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય દિલ્હી-એનસીઆરમાં પણ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. શાળાઓને ઓનલાઈન વર્ગો લેવા આદેશ આપવામાં આવ્યો છે.