રાહુલ ગાંધી બહેન પ્રિયંકા ગાંધી 16 તારીખે સંગમમાં લગાવશે ડૂબકી

February 14, 2025

પ્રયાગરાજ : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેમની બહેન સાંસદ પ્રિયંકા ગાંધી મહાકુંભમાં ડૂબકી લગાવવા પ્રયાગરાજ જઈ શકે છે. જેના માટે ઉત્તર પ્રદેશ કોંગ્રેસને તૈયાર કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધી પ્રયાગરાજ ક્યારે જશે તે વિશે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી. પંરતુ, જલ્દી આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે તે નક્કી છે.
મળતી માહિતી મુજબ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 16 ફેબ્રુઆરીના દિવસે પવિત્ર સ્નાન માટે મહાકુંભ જઈ શકે છે. પહેલાં તેઓ 4 ફેબ્રુઆરીએ મહાકુંભ જવાના હતાં પરંતુ, સંસદ સત્રના કારણે તેને મુલતવી રાખવામાં આવ્યું. જોવામાં આવે તો સંસદ સત્રનો પહેલો તબક્કો હવે સમાપ્ત થઈ ચુક્યો છે. એવામાં થોડા સમયમાં રાહુલ ગાંધી પ્રયાગરાજ પહોંચી શકે છે. નોંધનીય છે કે, 26 ફેબ્રુઆરીના દિવસે મહાકુંભ સમાપન થઈ જશે.