ગરબાના સમયે જ વરસાદનું વિધ્ન:સુરત, ભરૂચ, વલસાડમાં પવન સાથે વરસાદ, ખેલૈયાઓ અને ગરબા આયોજકોની મૂંઝવણ વધી

October 10, 2024

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાંથી આમ તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ અરબ સાગરમાં સર્જાયેલી એક સિસ્ટમને કારણે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિના હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે જ કેટલાક જિલ્લાઓમાં આગાહીની વચ્ચે વરસાદ વરસતાગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત બન્યા છે. તો બીજી તરફ વરસાદ ધરતીપુત્રોની પણ મુશ્કેલી વધારી શકે છે. વરસાદની આગાહી વચ્ચે આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી 45 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.

આ તાલુકામાં આજે 10 મિમી કે તેથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (મિમિ)
ગીર સોમનાથ કોડીનાર 64.00
નવસારી ગણદેવી 43.00
ગીર સોમનાથ સુત્રાપાડા 32.00
ભાવનગર મહુવા (ભાવનગર) 28.00
નવસારી ચીખલી 27.00
નવસારી ખેરગામ 26.00
સુરત મહુવા 26.00
સુરત પલસાણા 25.00
વલસાડ કપરાડા 22.00
ગીર સોમનાથ પાટણ-વેરાવળ 21.00
અમરેલી ખાંભા 19.00
અમરેલી જાફરાબાદ 18.00
વલસાડ ધરમપુર 16.00
ભાવનગર તળાજા 16.00
ડાંગ વઘઈ 14.00
ગીર સોમનાથ તાલાલા 14.00
ગીર સોમનાથ ઉના 13.00
અમરેલી રાજુલા 12.00
નવસારી જલાલપોર 11.00