OPERATION KELLER | શોપિયાના જંગલમાંથી મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યો
May 14, 2025

ઓપરેશન કેલર હેઠળ જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લાના કેલરમાં સ્થિત શુકરુ જંગલ વિસ્તારમાંથી સુરક્ષાદળોને મોટાપ્રમાણમાં દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે. ઓપરેશન કેલર હેઠળ સુરક્ષાદળોએ ગઈકાલે લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતાં. ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યા પ્રમાણે, ગઈકાલે ત્રણ આતંકવાદીઓના એન્કાઉન્ટર બાદ કેલરના જંગલ વિસ્તારોમાં મોટાપાયે સર્ચ ઓપરેશ હાથ ધરાયુ હતું. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીના પગલે ઓપરેશન કેલર હાથ ધરાયુ છે. જેમાં શુકરૂ જંગલ વિસ્તારમાંથી મોટાપાયે હથિયારો અને વિસ્ફોટક જથ્થો મળી આવ્યો છે. સ્થાનિક પોલીસ, CRPF, ભારતીય સેના, ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા હાથ ધરાયેલું આ સંયુક્ત ઓપરેશન હજુ ચાલુ છે. પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના, સ્થાનિક પોલીસ અને સુરક્ષાદળોની ટીમ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને શોધી રહી છે. આ હુમલામાં સામેલ આતંકવાદીઓના પોસ્ટર્સ ઠેરઠેર લગાવવામાં આવ્યા છે. તેમજ તેમની બાતમી આપનારાઓ માટે રૂ. 20 લાખનું ઈનામ પણ જાહેર કર્યું છે. 22 એપ્રિલના રોજ પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ 26 લોકોની હત્યા કરી હતી. આ હુમલાખોરોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. સુરક્ષાદળોની ટીમ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી તેમની શોધ કરી રહી છે.
Related Articles
કર્નલ સોફિયાને આતંકીઓની બહેન કહેનારા મંત્રી સામે કેસ નોંધાશે
કર્નલ સોફિયાને આતંકીઓની બહેન કહેનારા મંત...
May 14, 2025
પાકિસ્તાને અટકાયત કરાયેલા BSF જવાન પૂર્ણમ કુમાર ભારત પરત, અટારી બોર્ડર પર સેનાને સોંપ્યો
પાકિસ્તાને અટકાયત કરાયેલા BSF જવાન પૂર્ણ...
May 14, 2025
ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઈમ્સ અખબારનું X એકાઉન્ટ બંધ કરાયું
ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઈમ્સ અખબા...
May 14, 2025
1985 બેચના IAS અજય કુમાર બન્યા UPSCના નવા ચેરમેન
1985 બેચના IAS અજય કુમાર બન્યા UPSCના નવ...
May 14, 2025
કોઇ છંછેડશે તો છોડીશુ નહી, CM યોગીની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી
કોઇ છંછેડશે તો છોડીશુ નહી, CM યોગીની પાક...
May 14, 2025
વિદેશમંત્રી એસ જયશંકરની સુરક્ષામાં તાબડતોબ વધારો, બુલેટપ્રુફ કારનો સમાવેશ
વિદેશમંત્રી એસ જયશંકરની સુરક્ષામાં તાબડત...
May 14, 2025
Trending NEWS

1985 બેચના IAS અજય કુમાર બન્યા UPSCના નવા ચેરમેન
14 May, 2025

વિદેશમંત્રી એસ જયશંકરની સુરક્ષામાં તાબડતોબ વધારો,...
14 May, 2025