દિલ્હી પરિવર્તનનું શહેર, જે આજે સત્તામાં છે તે પાછા ફરશે : રાઉત
February 21, 2025

દિલ્હી- ઉદ્ધવ ઠાકરે સેનાના નેતા સંજય રાઉતે પીએમ નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના આકરો કટાક્ષ કર્યો છે. તેમણે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, 'દિલ્હીમાં તો બહારના લોકો આવે છે, રાજ કરે છે અને ચાલ્યા જાય છે. જો કોઈ વ્યક્તિ સ્થાયી રૂપે અહીં વસવાના ઈરાદાથી આવે તો તે આવું ન કરી શકે. આ પરિવર્તનનું શહેર છે. બહારના લોકો અહીં આવે છે, શાસન કરે છે અને પરત ફરી જાય છે. જે લોકો આ દિલ્હીની સત્તા પર છે, તેમણે પણ પાછા ફરવું પડશે. કેટલાક લોકો રાજસ્થાન પરત ફરી ગયા છે અને કેટલાક લોકો મહારાષ્ટ્ર પરત ફર્યા છે. હવે આજે જે સત્તામાં છે તે પણ ગુજરાત પાછા ફરશે.'
સંજય રાઉતે આ દરમિયાન શરદ પવારના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે, 'તેઓ એવા નેતા છે જેમને મહારાષ્ટ્રના લોકો દિલ્હીમાં જોવા માગે છે. નિલેશ કુમાર કુલકર્ણી દ્વારા લખાયેલ પુસ્તક 'સંસદ તે સેંટ્રા વિસ્ટા' (સંસદ સે સેંટ્રા વિસ્ટા તક)ના વિમોચન દરમિયાન રાઉતે કહ્યું કે, શરદ પવાર અમારા વિરોધી નથી. તેઓ ક્યારેય અમારા દુશ્મન નથી રહ્યા. તેઓ અમારા માર્ગદર્શક અને અમારા નેતા છે. તેઓ અમારા મહાદજી શિંદે છે.' રાઉતે આગળ કહ્યું કે, 'મરાઠા સામ્રાજ્યના સેનાપતિ દિલ્હીમાં 'કિંગમેકર' હતા અને તેમણે બે વખત વિજય પ્રાપ્ત કર્યા બાદ અહીં શાસકોને નિયુક્ત કર્યા. જો કોઈ વ્યક્તિ સ્થાયી રૂપે અહીં વસવાના ઈરાદાથી આવે તો તે આવું ન કરી શકે. વિશ્વાસઘાત અને ષડયંત્ર દિલ્હીમાં જીવનનો અભિન્ન અંગ છે.'
સંજય રાઉત દ્વારા શરદ પવારના વખાણ કરવા એ રસપ્રદ છે. એનું કારણ એ છે કે, થોડા દિવસ પહેલા જ શરદ પવારે એકનાથ શિંદેનું સન્માન કર્યું હતું. તેના પર ઉદ્ધવ સેવના ભડકી ગઈ હતી. આ દરમિયાન સંજય રાઉતે ખુદ એવું કહ્યું હતું કે, બધાને ખબર જ છે કે આવા પુરસ્કારો કેવી રીતે ખરીદીને વેચવામાં આવે છે.
Related Articles
બિહારમાં મહાગઠબંધને કર્યાં ચક્કાજામ, ટ્રેનો અટકાવી માર્ગો પર ટાયર બાળ્યાં
બિહારમાં મહાગઠબંધને કર્યાં ચક્કાજામ, ટ્ર...
Jul 09, 2025
પીએમ મોદીને મળ્યું બ્રાઝિલનું 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ' સર્વોચ્ચ સન્માન
પીએમ મોદીને મળ્યું બ્રાઝિલનું 'નેશનલ ઓર્...
Jul 09, 2025
ભારત સહિત અન્ય બ્રિક્સ દેશો પર વધુ 10 ટકા ટેરિફ લગાવવાની ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચેતવણી
ભારત સહિત અન્ય બ્રિક્સ દેશો પર વધુ 10 ટક...
Jul 09, 2025
પન્ના ટાઇગર રિઝર્વની સૌથી મોટી હાથણી 'વત્સલા'નું અવસાન
પન્ના ટાઇગર રિઝર્વની સૌથી મોટી હાથણી 'વત...
Jul 09, 2025
બ્રાઝિલથી રિન્યુએબલ એનર્જી-ડિજીટલ ટ્રાન્સફોર્મેશન પર કરાર
બ્રાઝિલથી રિન્યુએબલ એનર્જી-ડિજીટલ ટ્રાન્...
Jul 09, 2025
9 જુલાઈએ 'ભારત બંધ'નું એલાન: 25 કરોડ કર્મચારીઓએ બાંયો ચડાવી, બૅન્ક-પોસ્ટઓફિસ બંધ રાખવાની ચીમકી
9 જુલાઈએ 'ભારત બંધ'નું એલાન: 25 કરોડ કર્...
Jul 08, 2025
Trending NEWS

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025