કપડવંજમાં તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતિ છતાં પ્રમુખ કોંગ્રેસના બનશે
February 23, 2025

કપડવંજ : કપડવંજ તાલુકા પંચાયતમાં પણ ભાજપનો વિજય થયો હતો. ભાજપે કુલ 26 બેઠકોમાંથી 18 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 6 અને અપક્ષને ફાળે 2 બેઠકો ગઇ હતી. એટલે કે ભાજપે સ્પષ્ટ બહુમતિ મેળવી હતી.પરંતુ છતાં ભાજપનું સત્તા મેળવવાનું સપનું સાકાર નહી થાય. ત્યારે આવો સમજીએ એવા તે કયા સમીકરણો સર્જાયા છે કે બહુમતિ છતાં ભાજપ નહી પરંતુ કોંગ્રેસના પ્રમુખ રાજ કરશે.
કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 26 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપે 18 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસે માત્ર 6 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. તો બીજી તરફ અપક્ષના ફાળે 2 બેઠકો ગઇ છે. ભાજપે લાંબા સમયગાળા બાદ કોંગ્રેસ પાસેથી કપડવંજ તાલુકા પંચાયતની બેઠક આંચકી લીધી હતી. પરંતુ કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીત ભાજપ માટે ટુંકા ગાળાની સાબિત થઇ છે. મોંઢામાં આવેલો કોળિયો છિનવાઇ ગયો છે. કારણ કે તાલુકા પંચાયતના પ્રમુખની બેઠક રોટેશન મુજબ અનુસૂચિત જાતિ મહિલા માટે અનામત છે. તેલનારની બેઠક પરથી કોંગ્રેસના જશીબેન કાનજીભાઈ વણકર ચૂંટાયા છે. અન્ય કોઈ દાવેદાર ન હોવાથી કોંગ્રેસના મહિલા બિનહરીફ પ્રમુખ બનશે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 63 અને તે હેઠળના તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણી પ્રમુખના અનામત હોદ્દાની વારાફરતી ફાળવણીની રીતનો નિયમ છે. તેઓ જ પ્રમુખ બની શકે તેમ છે. એટલે હવે રાજકીય માહોલ ગરમાશે. ભાજપ પાસે બહુમતિ હોવા છતાં કોંગ્રેસને પ્રમુખ પદ મળે તે ભાજપને કોઇપણ ભોગે ન પોસાય. જેથી ભાજપ આ સ્થિતિ બદલવા માટે પ્રયત્નો કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
Related Articles
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 3નાં મોત
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં...
Jul 09, 2025
અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો
અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ...
Jul 08, 2025
અમદાવાદ બન્યું 'ખાડાવાદ': પાલડી,નારણપુરા, નવરંગપુરા, નવાવાડજ સહિત અમદાવાદમાં 1600થી વધુ ખાડા
અમદાવાદ બન્યું 'ખાડાવાદ': પાલડી,નારણપુરા...
Jul 08, 2025
કંડલાના દીનદયાળ પોર્ટ નજીક કેમિકલ ઓફ-લોડ કરી પરત જતા જહાજમાં વિસ્ફોટ, 21 ક્રૂ સવાર હતા
કંડલાના દીનદયાળ પોર્ટ નજીક કેમિકલ ઓફ-લોડ...
Jul 07, 2025
સુરતમાં ફૂટપાથમાં ભુવો પડતા નાગરિક ઘાયલ, માત્ર રોડ જ નહીં ફૂટપાથની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર
સુરતમાં ફૂટપાથમાં ભુવો પડતા નાગરિક ઘાયલ,...
Jul 07, 2025
ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, 29 ડેમ હાઈ એલર્ટ પર, સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા
ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, 29 ડેમ હાઈ...
Jul 07, 2025
Trending NEWS

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025