વડોદરામાં સગીરા સાથે 3 લોકોએ આચર્યું દુષ્કર્મ, મેડિકલ રિપોર્ટમાં ખુલાસો

October 06, 2024

વડોદરા- ભાયલી ગામની સીમમાં એક અવાવરું જગ્યાના રોડ પર ડિવાઇડર પાસે સ્કૂટર પાર્ક કરીને સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. તે સમયે ત્યાંથી પસારે થયેલા આરોપીઓ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની સાથે સામુહિક દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા હતા. સગીરા પોતાના મિત્ર સાથે અગાઉ પણ ઘટનાના સ્થળે ગઈ હતી. અગાઉ પણ સગીરાએ તેના મિત્ર સાથે જુદાજુદા સમયે કુલ 7 વખત ભાયલી વિસ્તારની મુલાકાત લીધી હતી. પરંતુ આ છેલ્લી મુલાકાત તેના માટે જીવનભરની પીડા લઈને આવી.   
વડોદરા શહેર અને જિલ્લા પોલીસે દુષ્કર્મની ઘટના બાદ આરોપીઓને શોધવા દોડધામ શરૂ કરી છે, ત્યારે ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ તપાસતા નરાધમો ઓળખાય એવા કોઈ ચિન્હો હાલ મળ્યા નથી. તેવામાં પોલીસ કેટલાક શકમંદોની પૂછપરછ કરી રહી છે. પોલીસ દ્વારા રાત્રે સઘન વાહન ચેકીંગ હાથ ધર્યું અને ઠેર ઠેર નાકાબંધી પણ કરાઈ હતી. આ દરમિયાન અવાવરૂ સ્થળોએ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.