સાંસદોના પક્ષપલટાની આશંકાથી ડર્યા ઉદ્ધવ ઠાકરે! એડવાઇઝરી જાહેર કરી

February 14, 2025

દિલ્હી : શરદ પવાર તરફથી એકનાથ શિંદેને મહાદજી શિંદે રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ સન્માનને લઈને વિવાદ ખતમ પણ થયો નહોતો કે ઉદ્ધવ સેનાએ સાંસદોને લઈને એડવાઇઝરી જાહેર કરી દીધી છે. ઉદ્ધવ સેનાના અમુક સાંસદ એકનાથ શિંદે જૂથના નેતાઓને મળી રહ્યા હતા. આને લઈને ઉદ્ધવ જૂથ ચિંતિત હતું અને હવે તેણે એકનાથ શિંદે જૂથના નેતાઓથી વધુ મુલાકાત ન કરવાની સલાહ આપી છે. આદિત્ય ઠાકરે તરફથી આ એડવાઇઝરી આપવામાં આવી છે. ઘણા સાંસદોએ એકનાથ શિંદે અને તેમના જૂથના અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી છે. એકનાથ શિંદેએ અઢી વર્ષ સરકાર ચલાવી હતી અને હવે ભાજપની લીડરશિપવાળી સરકારમાં તે ડેપ્યુટી સીએમ છે. દરમિયાન ઉદ્ધવ જૂથના સાંસદો અને ધારાસભ્યોને લાગે છે કે સત્તાથી નજીકના માટે એકનાથ શિંદે જૂથની સાથે રહેવું યોગ્ય રહેશે. 


આ વાત ઉદ્ધવ જૂથ માટે ચિંતાનું કારણ બની ગયું છે. હવે આદિત્ય ઠાકરે તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈ પણ આયોજનનું આમંત્રણ સ્વીકાર કરતાં પહેલાં લીડરશિપની મંજૂરી જરૂરી છે. એકનાથ શિંદે જૂથ તરફથી જો કોઈ ડિનર કે લંચનું ઇનવાઇટ આવે છે તો તે માટે પણ પરમિશન લઈને જ જવું પડશે. 11 ફેબ્રુઆરીએ શરદ પવારે એકનાથ શિંદેને સન્માનિત કર્યાં હતા. દિલ્હીમાં આ આયોજન થયું હતું, જેમાં ઉદ્ધવ સેનાના સાંસદ સંજય પાટિલ પણ હાજર હતા. આ વાત ઉદ્ધવ જૂથને ગમી નહીં. સન્માનને લઈને સંજય રાઉતે એટલે સુધી કહી દીધું કે આવા સન્માન ખરીદવામાં આવે છે કે પછી વેચવામાં આવે છે. આ પુરસ્કારોને પ્રાપ્ત કરવાની કોઈ અન્ય રીત નથી. 


એકનાથ શિંદેના સન્માન સમારોહમાં હાજર રહેનાર સાંસદ શામને શ્રીકાંત શિંદે તરફથી આપવામાં આવેલા ડિનર પણ પહોંચ્યા હતા. આ વાતને લઈને ટેન્શન છે. એટલું જ નહીં 12 નવેમ્બરે એકનાથ શિંદે જૂથના કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવે ડિનર આપ્યું હતું. તેમાં પણ ઉદ્ધ ઠાકરેના ઘણા સાંસદ પહોંચ્યા હતા. આ તમામને લઈને ઉદ્ધવ ઠાકરે જૂથે વાંધો વ્યક્ત કર્યો છે. ઉદ્ધવ જૂથનું કહેવું છે કે શરદ પવાર તરફથી એકનાથ શિંદેને સન્માનિત કરવા એક પ્રકારે તેમના જૂથને કાયદેસરતા આપવી છે. આ સિવાય સાંસદોના વારંવાર મળવાથી ખોટો મેસેજ જાય છે. એક તરફ નેરેટિવ ખરાબ થાય છે તો બીજી તરફ આવી મુલાકાતો ચર્ચા બને છે.