કેનેડા બાદ અમેરિકાએ ભારતના પૂર્વ રૉ ઓફિસર પર લગાવ્યાં પત્નુની હત્યાના કાવતરાંનો આરોપ
October 18, 2024

કેનેડા બાદ હવે અમેરિકાએ પણ ભારત સરકાર પર આરોપો લગાવતાં રાજકારણ ગરમાયું છે. અમેરિકાએ પૂર્વ ભારતીય ગુપ્તચર અધિકારી વિકાસ યાદવ પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું નિષ્ફળ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. વિકાસ યાદવ અગાઉ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) સાથે સંકળાયેલા હતા. અમેરિકાએ તેના પર પન્નુની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાના ન્યાય વિભાગે પૂર્વ રૉ ઓફિસર ભાડુતી હત્યારાઓ દ્વારા હત્યા કરાવવાનો પ્રયાસ કરવા અને મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો છે.
એફબીઆઈના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "એફબીઆઈ અમેરિકામાં રહેતા લોકો વિરુદ્ધ હિંસા અથવા બદલો લેવાના પ્રયાસોને સાંખી નહીં લે." આ ષડયંત્ર કથિત રીતે મે 2023માં શરૂ કરવામાં આવ્યું હતું. વિકાસ યાદવ જે તે સમયે કથિત રીતે ભારત સરકારનો કર્મચારી હતો, તેણે કથિત રીતે હત્યાને અંજામ આપવા માટે ભારતમાં અને વિદેશમાં રહેતા લોકોને મદદ કરી હતી. તેનું લક્ષ્ય ભારતમાં નિર્દિષ્ટ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ હતું જે ખાલિસ્તાની સમર્થક છે.
Related Articles
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના...
Jun 28, 2025
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત આણ્યો
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વ...
Jun 28, 2025
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘરાવતી ગેંગ પકડાઈ, 18ની ધરપકડ, 100 આરોપ મૂકાયા
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘ...
Jun 17, 2025
Trending NEWS

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025