જમ્મુ જેલ પર હુમલાનું એલર્ટ, ઘણા મોટા આતંકવાદીઓ ત્યાં કેદ

May 05, 2025

શ્રીનગર સેન્ટ્રલ જેલ અને જમ્મુના કોટ બલવાલ જેવી જેલોમાં આતંકવાદી હુમલાના ઇનપુટ મળ્યા બાદ, સુરક્ષા દળોએ જેલોની સુરક્ષા વધારી દીધી છે. આ જેલોમાં ઘણા મોટા આતંકવાદીઓ અને OGW (ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ) કેદ છે. સૂત્રોનું કહેવું છે કે ગુપ્ત માહિતી અનુસાર, શ્રીનગર સેન્ટ્રલ જેલ અને જમ્મુમાં કોટ ભલવાલ જેવી જેલોમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. આ જેલોમાં ઘણા મોટા (હાઇ પ્રોફાઇલ) આતંકવાદીઓ અને OGW કેદ છે. ગુપ્ત માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ આ તમામ જેલોની સુરક્ષા વધારી દીધી છે.

સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ઇનપુટ મળ્યા પછી, ડીજી સીઆઈએસએફ રવિવારે શ્રીનગરમાં સુરક્ષા ગ્રીડના ટોચના અધિકારીઓને મળ્યા હતા. અને સમીક્ષા બાદ, જેલોની સુરક્ષા વધારવામાં આવી છે. ઓક્ટોબર 2023માં, CISF એ CRPF પાસેથી જમ્મુ અને કાશ્મીર જેલોની સુરક્ષા સંભાળી લીધી હતી.