ઈઝરાયલના એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઈલથી કર્યો હુમલો, નેતન્યાહૂએ બોલાવી તાત્કાલિક બેઠક

May 05, 2025

હુતી બળવાખોરો દ્વારા ઈઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તાત્કાલિક એક બેઠક બોલાવી છે. ત્યારબાદ નેતન્યાહુ સાંજે 7 વાગ્યે તેમના સુરક્ષા મંત્રીમંડળ સાથે પણ બેઠક કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નેતન્યાહૂ આ બેઠકમાં હુતી બળવાખોરો સામેની તેમની કાર્યવાહી અંગે ચર્ચા કરશે.

ઈઝરાયલી અધિકારીએ જણાવ્યું હતું કે યમનના બેન ગુરિયન એરપોર્ટ પર હુતીઓએ બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝ અને અન્ય ટોચના સંરક્ષણ અધિકારીઓ સાથે ટેલિફોનિક બેઠક કરશે. બપોરે મળનારી બેઠકમાં યમનમાં હુતી વિદ્રોહીઓની સંપત્તિ પર ઈઝરાયલી હુમલો સહિત સંભવિત પ્રતિક્રિયાઓની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત સાંજે 7 વાગ્યે, પીએમ નેતન્યાહૂ ગાઝામાં લશ્કરી કાર્યવાહીના વિસ્તરણ, સીરિયામાં લડાઈ, હુથી હુમલા અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તેમના સુરક્ષા મંત્રીમંડળને વ્યક્તિગત રીતે મળશે.