ગુજરાતમાં ભરઉનાળે માવઠું! હજુ આગામી 4 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
May 04, 2025

આણંદ : ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણમાં અચનાક પલટો આવ્યો છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીના માહોલ વચ્ચે મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ પડ્યો છે. તેમજ કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હોવાનું સામે આવ્યું છે. આજે રવિવારે (4 મે, 2025) વહેલી સવારથી જ અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અનેક જગ્યાએ માવઠું થતાં ખેડૂતોના ડાંગર, એરંડા, ઘઉં, કપાસ, કેરી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 8 મે, 2025 સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ, કરા પડવા અને 60-80ની સ્પિડે પવન ફૂંકાવવાની આગાહી કરી છે.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે 4 મે, 2025ના રોજ અનેક વિસ્તારોમાં માવઠું થયું. હવામાન વિભાગની આગાહી મુજબ, 4-5 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના, કરા પડવા, પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદની આગાહી છે. આ સાથે મહેસાણા, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે કરા પડવાની ચેતવણી છે.
રાજ્યમાં વાતાવરણ પલટાયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારેથી અતિભારે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં 6 મેના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, અને છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ, 70-80 કિલો.મી. પ્રતિ કલાકની સ્પિડે પવન ફૂંકાવવો અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે કમોસમી વરસાદની આગાહીને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લામાં મધ્યમ મેઘગર્જનાની આગાહી હવામાન વિભાગે કરી છે.
Related Articles
ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ
ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહન...
May 05, 2025
રાજકોટ અકસ્માતમાં સાસુ-વહુના મોતથી પરિવાર વિખેરાયો, હિટ એન્ડ રનનો કેસ નોંધવા પરિજનોની માગ
રાજકોટ અકસ્માતમાં સાસુ-વહુના મોતથી પરિવા...
May 05, 2025
આણંદમાં વેચાણની જમીનનો બાનાખત કરાર બદલી કરોડોની જમીન માત્ર રૂ.31 લાખમાં નામે કરી
આણંદમાં વેચાણની જમીનનો બાનાખત કરાર બદલી...
May 04, 2025
ઉત્તર ગુજરાત 3.4ની તીવ્રતાના ભૂકંપથી હચમચ્યું, ગાંધીનગરથી 27 કિ.મી. દૂર કેન્દ્ર
ઉત્તર ગુજરાત 3.4ની તીવ્રતાના ભૂકંપથી હચમ...
May 03, 2025
ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા
ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો...
May 02, 2025
અમદાવાદમાં એક જ દિવસમાં 5 અલગ-અલગ સ્થળે આગની ઘટના
અમદાવાદમાં એક જ દિવસમાં 5 અલગ-અલગ સ્થળે...
May 02, 2025
Trending NEWS

04 May, 2025

04 May, 2025

04 May, 2025

03 May, 2025