અમેરિકાના આ શહેરમાં સવારમાં અનુભવાયો 5.3ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ

May 05, 2025

વોશિંગ્ટ : ટેક્સાસ, ન્યુ મેક્સિકો અને ઉત્તરી મેક્સિકોના ઘણા ભાગોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ભૂકંપ પછી ઘણા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. ગઈકાલે પણ અહીં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, પરંતુ કોઈ મોટા નુકસાનના સમાચાર નથી.

શનિવારે, અમેરિકાના પશ્ચિમ ટેક્સાસમાં કલ્બરસન કાઉન્ટીમાં 5.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના આંચકા અલ પાસો, સિઉદાદ જુઆરેઝ અને આસપાસના વિસ્તારોમાં અનુભવાયા. યુએસજીએસ અનુસાર, ભૂકંપની ઊંડાઈ લગભગ 6.3 કિમી હતી. જ્યારે મેક્સિકન એજન્સીએ તેની તીવ્રતા 5.8 હોવાનું જણાવ્યું હતું. હાલમાં કોઈ ગંભીર નુકસાનના સમાચાર નથી.

બીએનઓ ન્યૂઝ અનુસાર, ટેક્સાસમાં આવેલા 5.3 ની તીવ્રતાના ભૂકંપ દરમિયાન એલ પાસો અને ન્યુ મેક્સિકોના લોકોએ ઘરો ધ્રુજવા, ફર્નિચર ખસેડાવા અને લાઇટો ઝૂલતી હોવાના અહેવાલ આપ્યા હતા. કેટલાક લોકોએ તેને અત્યાર સુધીનો સૌથી લાંબો ભૂકંપ ગણાવ્યો, જ્યારે એક ઘરને થોડું નુકસાન થયું.