નકલી જજ મોરીસે જેમની તરફેણમાં ખોટા ચુકાદા, એમના વિરૂદ્ધ પણ કાર્યવાહી
October 25, 2024
અમદાવાદ- ગુજરાતમાં કરોડોની જમીન પચાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ અને બની બેઠેલા જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનનો કેસ હાલ ચર્ચામાં છે, ત્યારે આરોપીએ અમદાવાદ મહાનગરપાલિકાની 5 જમીનોમાં વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરની તરફેણમાં નકલી ઓર્ડર-ચુકાદા આપ્યાં હતા. જેને લઈને કોર્ટે વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરને 50,000નો દંડ ફટકાર્યો, જ્યારે સમગ્ર મામલે કોર્ટે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અને વિન્સેટ ઓલિવર કાર્પેન્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે.
નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં નારોલ શાહવાડી વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતની પાંચ જેટલી જમીનોના ખોટા ઓર્ડર કર્યા હોવાની માહિતી છે. તેણે લવાદ તરીકે ખોટો ઓર્ડર કર્યો હતો અને આ ઓર્ડરના આધારે સીટી સિવિલ કોર્ટમાં દાવો પણ દાખલ કરવામાં આવ્યો છે.
વર્ષ 2019માં નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને નારોલ - શાહવાડી મોજે સર્વે નંબર 102, 107, 117, 118 અને 138 એમ કુલ પાંચ જમીનોમાં તેણે લવાદ તરીકે ખોટા ઓર્ડર કર્યા છે. આ 5 સર્વે નંબરની જમીનમાં અરજદાર તરીકે વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરના નામ છે. એટલે કે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને નાણાં લઈને વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરની તરફેણમાં ચુકાદા આપ્યાં હતા. અમદાવાદ મહાનગરપાલિકાની લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે કહ્યું કે, નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને નારોલ-શાહવાડીની અમદાવાદ મહાનગરપાલિકાની 5 સર્વે નંબર વાળી જમીનોમાં જેના તરફી નકલી ઓર્ડર-ચુકાદા આપ્યાં હતા, તેને લઈને AMCએ કેસ કર્યો હતો.
જેમાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટે ચુકાદો આપી વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરને કોર્ટે 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અને વિન્સેટ ઓલિવર કાર્પેન્ટર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો છે.
Related Articles
નવસારીમાં માનવતા શર્મસાર... સાવકા પિતાએ બે સગીર દીકરીઓને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
નવસારીમાં માનવતા શર્મસાર... સાવકા પિતાએ...
Mar 25, 2026
વડોદરામાં પેટ્રોલ પંપો પર પોલીસનો પહેરો, અફવાઓથી ન ગભરાવા લાઉડ સ્પીકર દ્વારા કરાઈ અપીલ
વડોદરામાં પેટ્રોલ પંપો પર પોલીસનો પહેરો,...
Mar 24, 2026
ગાંધીનગર મહા નગરપાલિકામાં ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા
ગાંધીનગર મહા નગરપાલિકામાં ઇન્ચાર્જ આસિસ્...
Mar 20, 2026
હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, CSC સંચાલક સહિત 2ની ધરપકડ
હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર...
Mar 20, 2026
ગુજરાતમાં ભારે પવન સાથે 72 તાલુકામાં માવઠું, સૌથી વધુ બગસરામાં 1.61 ઇંચ
ગુજરાતમાં ભારે પવન સાથે 72 તાલુકામાં માવ...
Mar 20, 2026
સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામાં મનપાનું ભારે ભરખમ બોર્ડ તૂટી પડતાં મોત
સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વ...
Mar 19, 2026
Trending NEWS
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
23 March, 2026