દિવાળી ટાણે ફૂડ વિભાગ એક્શનમાં, વિવિધ ખાદ્યપદાર્થોના 185 નમૂના લીધા
October 26, 2024
ભાવનગર શહેરમાં દિવાળી તહેવારના પગલે મહાપાલિકાના ફૂડ વિભાગે વડી કચેરીની સૂચના મુજબ ખાદ્યપદાર્થના નમૂના લેવાની કામગીરી યથાવત રાખી છે, જેમાં આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ દુકાનો તેમજ ફેરીયાઓ પાસેથી ખાદ્યપદાર્થના નમૂના લીધા હતાં. આ નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા વડી કચેરીની સૂચના અનુસાર દિવાળીના તહેવારના પગલે ખાદ્યપદાર્થના નમૂના લેવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ભાવનગર મનપાના ફૂડ વિભાગે સતત 22 દિવસ ખાદ્ય પદાર્થના વેચાણકારો ઉપર કાર્યવાહી કરી છે. દિવાળીના તહેવારોને પગલે ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા મનપાના ફૂડ વિભાગ ચેકિંગ હાથ ધર્યું છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં મીઠાઈ-ફરસાણ સહિતની દુકાનોમાં કુલ 185 ખાદ્યપદાર્થોના નમૂના લીધા છે. દૂધ અને દૂધની બનાવટ, ઘી, મસાલા, પનીર, માવા-મીઠાઈ સહિતના નમૂના લેવામાં આવ્યા છે. આ ઉપરાંત મીઠાઈ,બરફી અને મીઠા માવા સહિત કુલ 185 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા છે. તમામ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેવાયેલ તમામ નમુનાઓને તપાસ અર્થે અમદાવાદ અને વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.
Related Articles
નવસારીમાં માનવતા શર્મસાર... સાવકા પિતાએ બે સગીર દીકરીઓને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
નવસારીમાં માનવતા શર્મસાર... સાવકા પિતાએ...
Mar 25, 2026
વડોદરામાં પેટ્રોલ પંપો પર પોલીસનો પહેરો, અફવાઓથી ન ગભરાવા લાઉડ સ્પીકર દ્વારા કરાઈ અપીલ
વડોદરામાં પેટ્રોલ પંપો પર પોલીસનો પહેરો,...
Mar 24, 2026
ગાંધીનગર મહા નગરપાલિકામાં ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા
ગાંધીનગર મહા નગરપાલિકામાં ઇન્ચાર્જ આસિસ્...
Mar 20, 2026
હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, CSC સંચાલક સહિત 2ની ધરપકડ
હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર...
Mar 20, 2026
ગુજરાતમાં ભારે પવન સાથે 72 તાલુકામાં માવઠું, સૌથી વધુ બગસરામાં 1.61 ઇંચ
ગુજરાતમાં ભારે પવન સાથે 72 તાલુકામાં માવ...
Mar 20, 2026
સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામાં મનપાનું ભારે ભરખમ બોર્ડ તૂટી પડતાં મોત
સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વ...
Mar 19, 2026
Trending NEWS
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
24 March, 2026
23 March, 2026