રામાયણમાં રાવણ યશની પત્ની મંદોદરીના રોલમાં કાજલ અગ્રવાલ
May 19, 2025

મુંબઈ: નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'રામાયણ'માં રાવણ તરીકે યશ ભૂમિકા ભજવી રહ્યો છે. તેની પત્ની મંદોદરીના રોલમાં કાજલ અગ્રવાલની પસંદગી થઈ હોવાનું જાણવા મળે છે. કાજલે મંદોદરી તરીકે પોતાના ભાગનું શૂટિંગ પણ શરુ કરી દીધું હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામ તથા સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવી રહ્યાં છે. ફિલ્મની ટીમને મંદોદરીના રોલમાં ઉત્તર અને દક્ષિણ ભારતના પ્રેક્ષકોમાં એકસરખી જાણીતી હોય તેવી કોઈ હિરોઈનની તલાશ હતી. આથી તેમણે કાજલ અગ્રવાલને આ રોલ માટે પસંદ કરી હોવાનું મનાય છે. ફિલ્મમાં સની દેઓલ હનુમાનજીની ભૂમિકામાં છે. 'રામાયણ' સિરિયલના રામ તરીકે જાણીતા અરુણ ગોવિલ આ ફિલ્મમાં દશરથની ભૂમિકામાં છે. ફિલ્મનો પહેલો ભાગ ૨૦૨૬ની દિવાળીએ રીલિઝ થવાનો છે. બીજો ભાગ ૨૦૨૭માં રીલિઝ થવાનો છે.
Related Articles
જાણીતા અભિનેતા મુકુલ દેવનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી આઘાતમાં
જાણીતા અભિનેતા મુકુલ દેવનું નિધન, બોલિવૂ...
May 24, 2025
કાન ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટ છવાઈ, નો જૂલરી લુક જોઈ ચાહકો થયા ફીદા
કાન ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટ છવાઈ, નો જૂલર...
May 24, 2025
અભિનેત્રી તમન્ના ભાટિયા કર્ણાટકમાં સાબુની બ્રાન્ડ એમ્બેસેડર બનતાં વિવાદ, લોકો ભડક્યાં
અભિનેત્રી તમન્ના ભાટિયા કર્ણાટકમાં સાબુન...
May 24, 2025
12 વર્ષ મોટા અભિનેતા સાથે લગ્ન કરશે આ અભિનેત્રી, કહ્યું- મુશ્કેલ સમયમાં મારા ઘરે આવી મદદ કરી
12 વર્ષ મોટા અભિનેતા સાથે લગ્ન કરશે આ અભ...
May 21, 2025
તેમના વિના ફિલ્મ નહીં બને.. ' હેરા ફેરી 3 ફિલ્મમાંથી પરેશ રાવત ખસી જતાં સુનીલ શેટ્ટીનું રિએક્શન
તેમના વિના ફિલ્મ નહીં બને.. ' હેરા ફેરી...
May 21, 2025
સોનાની દાણચોરીમાં ફસાયેલી અભિનેત્રી રાન્યા રાવના જામીન મંજૂર, પણ કસ્ટડીમાંથી મુક્તિ નહીં
સોનાની દાણચોરીમાં ફસાયેલી અભિનેત્રી રાન્...
May 20, 2025
Trending NEWS

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના દરિયામાં કરંટઃ જાફરાબાદ...
24 May, 2025