સુરતમાં આજે સાંજે 5 વાગે નીકળશે તિરંગા યાત્રા, મહિલાઓ સેંથીમાં સિંદૂર પૂરી જોડાશે

May 14, 2025

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા 'ઓપરેશન સિંદૂર'ના વિજયની સુરતમાં આન, બાન, શાનથી ઉજવણી થવા જઈ રહી છે. સુરત શહેર દેશભક્તિના રંગમાં રંગાવા જઈ રહ્યું છે. બુધવારે (આજે) સાંજે શહેરના રાજમાર્ગ ઉપર ભાગળથી ચોકબજાર કિલ્લા સુધી વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રામાં હજારોની સંખ્યામાં સુરતીઓ સ્વયંભૂ જોડાઈને દેશના જાબાંઝ જવાનોના શૌર્ષને સલામી આપશે. 

ભારતીય સેનાની ત્રણેય પાંખના જવાનોએ પાકિસ્તાન સામે કરી એકવખત તેમની વીરતાનો પરચમ લહેરાવ્યો છે. 'ઓપરેશન સિંદૂર' હાથ ધરી પાકિસ્તાનમાં છૂપાયેલા 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો છે. આ મિલેટ્રી ઓપરેશન પાર પાડનારા દેશના વીર જવાનોના પરાક્રમને બીરદાવવા બુધવારે સાંજે સુરત શહેરમાં - દેશપ્રેમનો જુવાળ દેખાશે. સૈનિકોનું મનોબવ મજબૂત કરવા તેમને એકતા અને અખંડિતાનો સંદેશ આપવા સાથે દેશપ્રેમથી છલોછલ ભરેલી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે.

યાત્રા અંગે મળતી માહિતી મુજબ, તિરંગા યાત્રા સાંજે સાડા પાંચ કલાકે ભાગળ ચાર રસ્તાથી શરૂ થશે. પગવાળા યોજાનારી યાત્રા ભાગળથી લાલગેટ તરફ આગળ વધી ચોકબજાર થઈ ચોક ચાર રસ્તા ખાતે કિલ્લાના મેદાનમાં પૂર્ણ થશે.

આ યાત્રા સફળ બનાવવા મોટી સંખ્યામાં મહિલાઓ સેંથીમાં સિંદૂર પૂરી યાત્રામાં જોડાશે. મહિલાઓ ઉપરાંત ટેક્ષટાઈલ માર્કેટના વેપારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, એડવોકેટ, ડોક્ટરો સહિત અનેક સામાજિક, સ્વૈચ્છિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ યાત્રામાં જોડાઈ જવાનોના પરાક્રમને બીરદાવશે. 

સિનિયર સિટીઝનો અને વરિષ્ઠ નાગરીકો પરા દેશપ્રેમની ઊંડી ભાવના સાથે તિરંગા યાત્રામાં હોશેહોંશે ભાગ લેશે વિશાળ જનસમૂહ સાથે યોજાનારી આ યાત્રા દ્વારા સુરતીઓ એકતા, શાંતિ અને દેશભક્તિનો સંદેશ આપશે.