ઈઝરાયલે ગાઝા પર હવાઈ હુમલા કર્યા, 65 પેલેસ્ટિનિયનના મોત, અનેક ઘાયલ
May 14, 2025

ઈઝરાયલે મંગળવારની રાત્રે અને બુધવારે વહેલી સવારે ગાઝામાં તાબડતોડ હવાઈ હુમલા કર્યા છે. જેમાં 65 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 22 બાળકો માર્યા ગયા છે. અમેરિકાની મધ્યસ્થીમાં હમાસ તરફથી એક ઈઝરાયલી-અમેરિકી બંધકને મુક્ત કરાવ્યાના એક દિવસ બાદ ઈઝરાયલે આ હુમલા કર્યા છે.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, એવી કોઈ રીત નથી, જેનાથી ઈઝરાયલ ગાઝામાં પોતાનું યુદ્ધ રોકી શકે. આ નિવેદન સાથે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ઈઝરાયલની સેનાએ હુમલા અંગે ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે. ઈઝરાયલે ગઈકાલે મોડી રાત્રે જબલિયાના રહેવાસીઓને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી હતી. ત્યારબાદ હમાસના માળખાગત ઢાંચાને ટાર્ગેટ બનાવી હુમલાઓ શરૂ કર્યા હતાં.
રશિયા,ચીન અને યુકેએ ગાઝામાં સહાય વિતરણ માટે યુએસ-ઇઝરાયલની યોજનાને નકારી કાઢી છે, તેના બદલે ઇઝરાયલને ગાઝા પરનો બે મહિનાથી લાગુ નાકાબંધી હટાવવા અપીલ કરી છે. સાઉદી અરેબિયાની મુલાકાત લેવા જઈ રહેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ ગાઝામાં સંઘર્ષને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવા માટે કામ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ આ યુદ્ધને રોકવા માગતા નથી. તેઓ હમાસને ખતમ કરી દેવાનું નિવેદન આપી રહ્યા છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલય અનુસાર,ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ઓછામાં ઓછા 52,908 સ્થાનિકો માર્યા ગયા છે અને 119,721 ઘાયલ થયા છે. સરકારી મીડિયા ઓફિસે મૃત્યુઆંક 61,700 દર્શાવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, કાટમાળ નીચે ગુમ થયેલા હજારો લોકોને પણ મૃત જાહેર કરવામાં આવ્યા છે.
Related Articles
સાઉદીની અમેરિકામાં 600 અબજ ડોલરના રોકાણની ખાતરી
સાઉદીની અમેરિકામાં 600 અબજ ડોલરના રોકાણન...
May 14, 2025
રશિયાની આયાતમાં 34 ટકા ચીનનો ફાળો, ચીનની આયાતમાં રશિયાનો ફાળો 4 ટકો
રશિયાની આયાતમાં 34 ટકા ચીનનો ફાળો, ચીનની...
May 14, 2025
પાકિસ્તાન સામે બલુચોનું 'ઓપરેશન-હેરોફ' BLA વિપ્લવીઓએ પાક સેના પર કુલ મળી 71 હુમલા કર્યા
પાકિસ્તાન સામે બલુચોનું 'ઓપરેશન-હેરોફ' B...
May 14, 2025
વહેલી સવારે ધ્રુજી ધરા, 6.3ની તીવ્રતાવાળા ભૂકંપથી 6 દેશોમાં નોંધાયા ભૂંકપના આંચકા
વહેલી સવારે ધ્રુજી ધરા, 6.3ની તીવ્રતાવાળ...
May 14, 2025
એશિયા પેસેફિકમાં અસ્થિરતાથી ચીન ચિંતામાં, વ્હાઈટ પેપર કર્યું જાહેર
એશિયા પેસેફિકમાં અસ્થિરતાથી ચીન ચિંતામાં...
May 14, 2025
શેખ હસીનાને લાગ્યો મોટો ઝટકો, વચગાળાની સરકારે અવામી લીગ પાર્ટી પર લગાવ્યો પ્રતિબંધ
શેખ હસીનાને લાગ્યો મોટો ઝટકો, વચગાળાની સ...
May 13, 2025
Trending NEWS

14 May, 2025

14 May, 2025