ભારતે પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો, હવે PoK પર જ વાત થશે : મોદી

May 12, 2025

આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા આખો દેશ એક થયો

: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને 7મેથી 10 મે સુધી ચાલેલી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સંબંધોન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ, ઓપરેશન સિંદૂરની સફળતા અને પીઓકે પર વાત કહી હતી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, હવે પાકિસ્તાન સાથે માત્ર આતંકવાદ અને પીઓકે પર જ વાત થશે.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તાજેતરમાં જ દેશનું સામાર્થ્ય અને સંયન બંને જોવા મળ્યા. હું સૌથી પહેલા દેશની સેનાઓ, ગુપ્તચર એજન્સીઓ અને વિજ્ઞાનીઓને સલામ કરું છું. આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે વિરતા દેખાડી. આતંકવાદી હુમલા બાદ આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે તમામ નાગરિકો, તમામ વર્ગો અને તમામ રાજકીય પક્ષો એક સ્વરે ઉભા થયા. અમે ભારતીય સેનાને આતંકવાદીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા માટે તમામ ખુલ્લી છૂટ આપી દીધી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરને ભારતની તમામ દિકરીઓ, બહેનો અને માતા નામે પાર પડાયું. પહલગામમાં રજાઓ માણી રહેલા દેશવાસીઓને ધર્મ પૂછીને મારવામાં આવ્યા, જે દેશને તોડવાનો નિંદનીય પ્રયાસ હતો. ભારતની સેનાઓએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ અને ટ્રેનિંગ સેન્ટરો પર ચોક્કસ પ્રહાર કર્યા છે. આતંકવાદીઓએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે, ભારત આટલો મોટો નિર્ણય લેશે. જ્યારે દેશ એક થાય છે, દેશ પહેલાની ભાવના ઉભી થાય છે અને રાષ્ટ્ર સર્વોપરી થાય છે, ત્યારે કડક નિર્ણયો લેવામાં આવે છે અને પરિણામ પણ દેખાડવામાં આવે છે. 


તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર ન્યાયનો અખંડ સંકલ્પ છે. આતંકવાદીઓ અને તેમના આકાઓએ સિંદૂરને દૂર કરવાની કિંમત સમજી લીધી છે. ભારતીય દળોએ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ અને તેમના તાલીમ કેન્દ્રો પર ચોક્કસ હુમલો કર્યો છે. આતંકવાદીઓએ સ્વપ્નમાં પણ કલ્પના કરી ન હતી કે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે. દુનિયામાં જ્યાં પણ મોટા હુમલા થયા છે, તે બધા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ સાથે જોડાયેલા છે. બહાવલપુર અને મુરીદકે વૈશ્વિક આતંકવાદની યુનિવર્સિટીઓ રહી છે.