પંજાબમાં લઠ્ઠાકાંડ: ઝેરી દારૂના કારણે 14ના મોત, 5ની હાલત ગંભીર
May 13, 2025

પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠામાં સોમવારે (12મી મે) રાત્રે ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત થયા છે. જ્યારે 5ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોટાભાગના મૃતકો ભાંગલી અને મરારી કલાન ગામના રહેવાસી છે. મજીઠા પોલીસ સ્ટેશનના એસએચઓ અવતાર સિંહે જણાવ્યું હતું કે, 'ઝેરી દારૂ પીવાથી 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.'
અમૃતસરના એસએસપી મનીન્દર સિંહે જણાવ્યું હતું કે, 'ઝેરી દારૂ પીવાથી લોકોના મોત થયા છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પ્રભજીત સિંહની ધરપકડ કરવામાં આવી છે. જે ઝેરી દારૂ સપ્લાય કરવા પાછળનો મુખ્ય સૂત્રધાર છે. તેમની સામે એક્સાઇઝ એક્ટની કલમ 105 BNS અને 61A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રભજીતના ભાઈ કુલબીર સિંહ ઉર્ફે જગ્ગુ અને સાહિબ સિંહ ઉર્ફે સરાઈ, ગુરજંત સિંહ, નિંદર કૌરની પણ ધરપકડ કરવામાં આવી છે.
Related Articles
OPERATION KELLER | શોપિયાના જંગલમાંથી મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યો
OPERATION KELLER | શોપિયાના જંગલમાંથી મો...
May 14, 2025
પાકિસ્તાને અટકાયત કરાયેલા BSF જવાન પૂર્ણમ કુમાર ભારત પરત, અટારી બોર્ડર પર સેનાને સોંપ્યો
પાકિસ્તાને અટકાયત કરાયેલા BSF જવાન પૂર્ણ...
May 14, 2025
ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઈમ્સ અખબારનું X એકાઉન્ટ બંધ કરાયું
ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઈમ્સ અખબા...
May 14, 2025
1985 બેચના IAS અજય કુમાર બન્યા UPSCના નવા ચેરમેન
1985 બેચના IAS અજય કુમાર બન્યા UPSCના નવ...
May 14, 2025
કોઇ છંછેડશે તો છોડીશુ નહી, CM યોગીની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી
કોઇ છંછેડશે તો છોડીશુ નહી, CM યોગીની પાક...
May 14, 2025
વિદેશમંત્રી એસ જયશંકરની સુરક્ષામાં તાબડતોબ વધારો, બુલેટપ્રુફ કારનો સમાવેશ
વિદેશમંત્રી એસ જયશંકરની સુરક્ષામાં તાબડત...
May 14, 2025
Trending NEWS

14 May, 2025

14 May, 2025