Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

જૂનાગઢમાં ઝૂમાંથી બહાર નીકળી સોસાયટીમાં ઘુસી ગયું રીંછ, લોકોમાં ડરનો માહોલ, તાત્કાલિક કરાયું રેસક્યુ

May 14, 2025

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી એક રીંછ બહાર નીકળી જતા દોડધામ મચી ગઈ હતી. રીંછને જે વિસ્તારમાં રાખવામાં આવે છે ત્યાં પાંજરામાંથી વૃક્ષની ડાળીનો સહારો લઈ દીવાલ કૂદીને ઝૂની પાછળ આવેલ કસ્તુરબા કોલોનીમાં ઘૂસી ગયું હતું. સ્થાનિકોએ તુરંત ઝૂના સત્તાધીશોને જાણ કરતા તાબડતોબ તેનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી રીંછનું રેસ્ક્યુ કરી તેને ઝૂમાં રાખવામાં આવ્યું છે.

સક્કરબાગ ઝૂમાં સિંહ-દીપડા, વાઘ સહિતના અનેક વન્યપ્રાણીઓને રાખવામાં આવે છે. તમામ વન્યજીવોને મોટા પાંજરામાં રાખવામાં આવે છે. તે પાંજરામાંથી રીંછ બહાર નીકળીને ઝૂની પાછળના ભાગે આવેલી સોસાયટીમાં આંટાફેરા મારવા લાગ્યું હતું. સ્થાનિકો રીંછ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સ્થાનિકોને જાણ થઈ ગઈ હતી કે રીંછ ઝૂમાંથી બહાર નીકળી ગયું હોય શકે છે, જેથી તાત્કાલિક ઝૂમાં જાણ કરવામાં આવી. ત્યારબાદ ઝૂનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને રીંછને બેભાન કરીને પકડી લેવામાં આવ્યું.

આ અંગે ઝૂના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, 9 મેના દિવસે સક્કરબાગનો સ્ટાફ સિંહ ગણતરી માટેની તૈયારીમાં લાગ્યો હતો તેવા સમયે દિવસે ઝૂમાં રીંછનું પાંજરૂ છે તેમાં એક મોટું વૃક્ષ છે, વૃક્ષની પાતળી ડાળીઓ પકડીને તે વૃક્ષ પર ચઢી ઝૂની દીવાલ કૂદીને બહાર નીકળી ગયું હતું.