ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવાની રેસથી બુમરાહ ખુદ થયો બહાર? ગિલ કે પંત સંભાળી શકે છે કમાનઃ રિપોર્ટ
May 12, 2025

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારથી સૌ કોઇના મનમાં સવાલ છે કે હવે આગામી કેપ્ટન કોણ બનશે. આ દરમિયાન મીડિયા અહેવાલ મુજબ, સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે પોતાને કેપ્ટન બનવાની રેસથી દૂર કરી દીધો છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, બુમરાહે ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવાનો ઇનકાર કરી દીધો છે અને હવે શુભમન ગિલ અને રિષભ પંત આ બંનેમાંથી કોઇ એક ખેલાડી ટેસ્ટ ટીમનો કેપ્ટન બની શકે છે. નોંધનીય છે કે, ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ 7 મે, 2025ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જે પછી ઘણા લોકો માને છે કે જસપ્રીત બુમરાહ ભારતની ટેસ્ટ ટીમનો આગામી કેપ્ટન હશે. બુમરાહે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ટેસ્ટમાં ત્રણ વખત, ઈંગ્લેન્ડમાં એક વખત અને ઓસ્ટ્રેલિયામાં બે વખત ભારતનું નેતૃત્વ કર્યું છે. તેણે પર્થ ટેસ્ટમાં ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો. જો કે, હવે એવું માનવા મળતી માહિતી મુજબ, બુમરાહ વર્કલોડ મેનેજમેન્ટને કારણે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પાંચમાંથી એક પણ ટેસ્ટ મેચ રમી શકશે નહીં. આ વર્ષની શરૂઆતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન પીઠની ઇજાને કારણે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી ચૂકી ગયો હતો. આ દરમિયાન સિલેક્ટર્સ એવા ખેલાડીને પ્રાથમિકતા આપશે જે ટીમ માટે સતત રમી શકે. આનાથી ગિલ અને પંતની સ્થિતિ મજબૂત બને છે, સિલેક્ટર્સ આગામી અઠવાડિયે ભૂમિકાઓ પર ચર્ચા કરવા માટે બેઠક કરી શકે છે. આ બેમાંથી કોઇ એક કેપ્ટન જ્યારે બીજો વાઇસ-કેપ્ટન બની શકે છે.
Related Articles
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યો કોહલી, આશ્રમમાં ત્રણેક કલાક વિતાવ્યા
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પ્રેમાનં...
May 13, 2025
IPL 2025ની બાકી મેચો માટે પાછા ભારત આવશે ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ? બોર્ડે કહ્યું- નિર્ણય લેવા સ્વતંત્ર
IPL 2025ની બાકી મેચો માટે પાછા ભારત આવશે...
May 13, 2025
પાકિસ્તાન પર કાર્યવાહી અંગેની વાત કરી રહી હતી સેના, અચાનક કોહલીનું નામ કેમ લેવાયું
પાકિસ્તાન પર કાર્યવાહી અંગેની વાત કરી રહ...
May 12, 2025
કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ કરી આપી માહિતી
કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃ...
May 12, 2025
રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેવાની ઈચ્છા, જુઓ BCCIએ શું કહ્યું
રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી...
May 10, 2025
અંબાતી રાયડુનો યુ-ટર્ન, વિવાદિત ટિપ્પણી બાદ બની ગયો 'દેશભક્ત'
અંબાતી રાયડુનો યુ-ટર્ન, વિવાદિત ટિપ્પણી...
May 10, 2025
Trending NEWS

1985 બેચના IAS અજય કુમાર બન્યા UPSCના નવા ચેરમેન
14 May, 2025

વિદેશમંત્રી એસ જયશંકરની સુરક્ષામાં તાબડતોબ વધારો,...
14 May, 2025